રાત્રે કોંગ્રેસ ઓફિસમાં તોડફોડ કરનારા વીડિયો સોશિયલ મીડિયામાં મૂકે છે, વીડિયો વાયરલ કરે છે. પોલીસની કોઇ જવાબદારી જ નહોતી? કેમ પગલા ન ભર્યા? એક મેસેજ ભાજપ સર્ક્યુલર કરે છે કે, સાંજે ચાર વાગ્યે અમે કોંગ્રેસ ઓફિસે હલ્લાબોલ કરીશું. મારી પાસે સ્ક્રીનશોર્ટ છે. જેમાં કોંગ્રેસ ઓફિસ પહોંચી પથ્થરબાજી કરવાના ગ્રુપમાં મુકેલા મેસેજ છે. કોંગ્રેસે બપોરે 2.30 કલાકે કન્ટ્રોલ રૂમમાં લખાવ્યું હતું કે, આવો મેસેજ આવે છે અને કાયદો વ્યવસ્થા જાણવવા માટે પૂરતો બંદોબસ્ત રાખજો. તે પછી એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં આ અંગે જાણ કરવામાં આવી હતી. કોંગ્રેસના નેતાઓએ પોલીસના ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હતી. કોંગ્રેસ કાર્યાલય બહાર પથ્થરમારાની ઘટના બની હતી. આ ઘટના બાદ આજે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં તેમણે આ ઘટના અંગે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, ભાજપે સંપૂર્ણ કાયરતા અને ગુંડાગર્દીનું વરવું પ્રદર્શન કર્યું છે.
પોલીસ મદદરૂપ બની છે તેઓ મારો આક્ષેપ છે. કેમ તેમને ઉઠાવીને લઇ ન ગયા? અમારા હાથમાં ઝંડો હોય તેનો દંડો ગણાવવાનો. તેમના હાથમાં હોકી હોય, તેમના હાથમાં તિક્ષ્ણ હથિયાર હોય તો કોઇ વાંધો નહીં. એક વીડિયોમાં જોઇ શકાય છે કે પોલીસની બાજુમાં ઊભેલો ભાજપનો કાર્યકર કોંગ્રેસ ઓફિસ પર પથ્થર મારે છે. મને દુખ છે કે એક પત્રકારનું પણ માથું ફૂટ્યું છે. પોલીસ જનતાની સેવક છે. સોગંધ ખાઇને કાયદો વ્યવસ્થા જાળવવાના હોય છે.તેમણે કહ્યું કે, આપણા ગુજરાતની ઉત્તમ પરંપરા છે. લડાઇ વિચારધારા અને સિદ્ધાંતની હોય છે. જતનાની હિત માટેની હોય છે. ગુજરાતમાં ક્યારેય કોઇ પાર્ટીની ઓફિસ પર જઇને તોડફોડ થતી નથી. કોઇ નેતાના ઘરે જોઇને તોડફોડ ક્યારેય થતી નથી. ભાજપે ગુજરાતની પંરપરા અને અસ્મિતાનું ખંડન કર્યું છે. રાત્રે ચાર વાગ્યે અંધારામાં અમારી ઓફિસનો દરવાજો તોડીને અંદર આવીને કાર્યાલાય સળગાવી દેવાનો પ્રયત્ન થયો. અમારા એક ચોકીદારની ગર્ભવતી દીકરી પર પણ હુમલો થયો. દીકરીને હોસ્પિટલે દાખલ કરવી પડી. પોલીસને ફરજ હતી કે તેમને તાત્કાલિક પકડીને જેલમાં નાંખવા જોઇતા હતા પણ કંઇ જ થયું નહીં.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology