ગુજરાતમાં આજે વરસાદ થવાની સંભાવના છે, હવામાન વિભાગની આગાહી અનુસાર, કેટલાક જિલ્લામાં હલ્વોથી મધ્યમ વરસાદ થઈ શકે છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં આજે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભાદરવો મહિનો ચાલુ થઈ ગઈ છે, અને હવે ચોમાસું વિદાઈ લઈ રહ્યું છે. ત્યારે થોડા દિવસના વિરામ બાદ આજે ફરી વરસાદ થવાની સંભાવના છે. રાજ્યમાં આજે વરસાદ થવાની આગાહી હવામાન વિભાગે કરી છે. આજે રાજ્યના અમુક જિલ્લામાં વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગે આજે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્રના અમુક જિલ્લામાં વરસાદની આગાહી કરી છે તો દક્ષિણ ગુજરાતના જિલ્લામાં પણ વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હલ્વોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે રાજ્યના અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ અને સુરતમાં વરસાદ થઈ શકે છે, તો સાથે જ ડાંગ, નવસારી, વલસાડ, તાપી, જૂનાગઢ, અમરેલી, રાજકોટ, ભાવનગર અને ગીર સોમનાથમાં પણ વરસાદ થવાની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે અગાઉ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે નવરાત્રિ દરમિયાન વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી હતી. અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું હતું કે, 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધી રાજ્યમાં છૂટાછવાયા વરસાદની શક્યતા રહેશે. સાથો સાથ નવરાત્રિ દરમિયાન સામાન્ય વરસાદ જોવા મળી શકે છે. સૌરાષ્ટ્રનાં અનેક ભાગોમાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે. જેમાં જૂનાગઢનાં અમરેલી, ભાવનગરનાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે. 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર દરમિયાન હસ્ત નક્ષત્રમાં ગાજવીજ સાથે કેટલાક ભાગોમાં વરસાદ થઈ શકે છે. તેમજ 10 ઓક્ટોબરથી 13 ઓક્ટોબર દરમ્યાન બંગાળના ઉપ સાગરમાં ચક્રવાત થવાની શક્યતા રહેશે. તેમજ નવરાત્રિ દરમ્યાન છૂટો છવાયો વરસાદ થવાની શક્યતાઓ છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology