હિંદુ ધર્મમાં જળયાત્રાનું ઘણું મહત્ત્વ છે. ચોમાસાની શરૂઆતના સમયે ભગવાનને જલયાત્રા કરાવવામાં આવે છે. અમદાવાદના જમાલપુર વિસ્તારમાં લગભગ 500 વર્ષ જૂનું રામજી અંબાજી મંદિર આવેલું છે. અમદાવાદમાં રથયાત્રા નીકળતી પહેલા જળયાત્રા અહીંથી જ પ્રસ્થાન કરે છે.દર વર્ષે જેઠ સુદ પૂનમના દિવસે પરંપરાગત જળયાત્રા નીકળે છે. ત્યારે આજે એ માટેની ખાસ તૈયારીઓ કરી દેવામાં આવી છે અને 108 કળશના જળથી પ્રભુનો જળાભિષેક કરાશે. ભગવાન જગન્નાથ મંદિરથી નદીના ઘાટ સુધી જળયાત્રા નીકળે છે. આ ઉત્સવ નિમિતે મંદિર પરિસરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. મંદિરમાં ઢોલ નગારા અને શંખનાદનો રણકાર સાંભળવા મળી રહ્યો છે. ભગવાન બળદગાડામાં બિરાજમાન થઈ ગયા છે. ભગવાન જગન્નાથની 147મી રથયાત્રાને લઈ પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે આજે ભગવાન જગન્નાથની 147મી જળયાત્રા નીકળી. જળયાત્રાને લઈને જગન્નાથ મંદિર અને સરસપુર મંદિરમાં તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આજે જળયાત્રાના માટે ભગવાન જગન્નાથ મંદિરથી એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
108 કળશમાં લવાયેલા જળથી ભગવાનનો જળાભિષેક શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે થાય છે. ભગવાનના જળાભિષેક બાદ નાથ ગજવેશમાં ભક્તોને દર્શન આપશે. જળયાત્રામાં સુશોભિત કરાયેલા ગજરાજો પણ જોડાશે. મોટી સંખ્યામાં લોકો અને ભજન મંડળીઓ પણ જળયાત્રામાં જોડાશે. બપોર પછી મોસાળવાસીઓ ભગવાનને સરસપુર લઈ જશે. રથયાત્રાને લઈને મોસાળવાસીઓ પણ હવે ભાવવિભોર બનીને ભગવાનના મોસાળ પધારવાની રાહ જોઈ રહ્યા છે.ભગવાન જગન્નાથજીની 12 યાત્રાઓ પૈકી જળયાત્રા મુખ્ય યાત્રા ગણાય છે. જળયાત્રા સાબરમતી નદીના તટે સોમનાથ ભૂદરના આરે પહોંચશે. અહીં ગંગાપૂજન પછી 108 કળશમાં જળ ભરીને લાવવામાં આવશે. પરંપરાગત 108 કળશમાં લવાયેલા જળ દ્વારા ભગવાનનો જળાભિષેક કરાશે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology