રાજ્યમાં આજથી ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થયો. ત્રણ દિવસ ઠંડીના જોરમાં આંશિક વધારો રહેવાની હવામાન વિભાગની આગાહી છે. હવામાન વિભાગના અનુસાર, પવનની ગતિ વધતા કડકડતી ઠંડી પડશે અને પવનની ગતિ 20 થી 30 કિમીની રહેશે.
ગઈ કાલે કચ્છનું નલિયા અને બનાસકાંઠાનું ડીસા રહ્યા સૌથી ઠંડાગાર. આ બંને શહેરમાં 15 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તો રાજકોટ અને કેશોદમાં 16 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે અમદાવાદમાં 18 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં આગામી પાંચ દિવસ લઘુતમ તાપમાન 16થી 18 રહેશે. તો અમરેલીમાં 17.7 ડિગ્રી, વડોદરામાં 18.4 અને ભાવગર-સુરતમાં 19 ડિગ્રી સરેરાશ તાપમાન નોંધાયું છે.
દેશા પહાડી રાજ્યોમાંમાં વરસેલી હિમવર્ષાથી જનજીવન પ્રભાવિત થયું છે. હિમાચલ પ્રદેશ, જમ્મુ-કશ્મીર, ઉત્તરાખંડમાં હાડ થીજવતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. હિમાચલ પ્રદેશના કુકુમસેરમાં ઠંડીએ રેકોર્ડ તોડીને તાપમાનનો પારો ગગડીને માઈનસ 14.2 ડિગ્રી પર પહોંચી ગયો છે. હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષાને લીધે છેલ્લા બેદિવસમાં200થી વધુ રોડ રસ્તાઓ બંધ થઈ જતા વાહન વ્યવહાર ખોરવાયો છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology