હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાત હવામાન અંગેની આગાહી કરી છે. જેમા અનેક મહત્ત્વની વાતો જણાવી છે કે, 26થી 31 જાન્યુઆરીમાં વાદળો આવશે અને વાદળોની ગતિવિધીને કારણે ઠંડીમાં ઘટાડો થશે. જોકે, 28થી 31 સુધીમાં તો ઠંડી ગાયબ થતી હોય તેવુ લાગશે. માત્ર ઉત્તર ગુજરાતના ભાગોમાં ઠંડી જેવી અસર જોવા મળી શકે છે. આ વખતે મઘ્ય ગુજરાતના ભાગોમાં ન્યૂનતમ તાપમાન 18 ડિગ્રીની આસપાસ થવાનું અનુમાન છે. આ સાથે મહત્તમ તાપમાન 30-31 થવાની શક્યતા છે. એટલે હવે ધીમે ધીમે ઠંડીમાં ઘટાડો થતો રહેશે અને પછી વાદળો આવશે. આ તારીખોમાં માવઠા જેવી સ્થિતિ થવાની આગાહી પણ રહેશે.
હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ માટે આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિએ હવામાન અંગેની આગાહી આપી છે. જેમા તેમણે જણાવ્યુ હતુ કે, આખા ગુજરાતમાં સૌથી નીચું નલિયામાં 8.2 ડિગ્રી સેલ્શિયસ તાપમાન નોંધાયુ છે. આ સાથે અમદાવાદનું લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી અને ગાંધીનગરમાં 10.5 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. આ સાથે તેમણે આવતી કાલ માટે અમદાવાદ અને ગાંધીનગરના તાપમાન અંગે જણાવતા કહ્યુ કે, અમદાવાદમાં 13 અને ગાંધીનગરમાં 11 ડિગ્રી તાપમાન થવાની શક્યતા છે.આ સાથે તેમણે એમ પણ જણાવ્યુ છે કે, 24 કલાકમાં ગુજરાતના હવામાનમાં કોઇ મોટો ફેરફાર નથી થવાનો. 24 કલાક બાદ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઊંચુ થશે. જેનો અર્થ એ થાય છે કે, આજથી તાપમાનમાં વધારો થશે.
કેટલાક શહેરોમાં તાપમાન 15 ડિગ્રી નીચે થઈ શકે છે. ઉત્તર તરફથી આવતા ઠંડા પવનના કારણે રાજ્યમાં ઠંડીમાં વધારો થયો છે. જેથી કરીને રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ગગડ્યો હતો. રાજયનાં 15 શહેરોનું તાપમાન 15 ડિગ્રીએ પહોંચી ગયું છે. ગુજરાતના નલિયામાં 10.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આ સાથે રાજ્યમાં ત્રણ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર જોવા નહીં મળે.
ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી કાતિલ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે.જો કે, રાજ્યમાં હાલમાં જે પ્રમાણે ઠંડી પડવી જોઈએ તેટલી નથી પડી રહી. લોકોને વહેલી સવારમાં ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે જ્યારે બપોરે હવામાન સામાન્ય થઈ જાય છે. એવામાં હવામાન વિભાગની નવી આગાહી પ્રમાણે આગામી ત્રણ દિવસ સુધી તાપમાનમાં કોઈ વધારે ફેરફાર નહીં થાય. તેમજ રાજ્યમાં 2થી 3 ડિગ્રી તાપમાનમાં વધારો થવાની શક્યતા છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology