bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

ગુજરાત બજેટ: જાણો શું છે નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી યોજના...  

 

આજે  ગુજરાતના નાણાપ્રધાન કનુ દેસાઈ આજે ત્રીજી વખત 2024-25 ના વર્ષનું વાર્ષિક બજેટ રજૂ કરી રહ્યા છે. ત્યારે નાણાપ્રધાન કનુભાઇ દેસાઈએ આ વખતે દીકરીઓના અભ્યાસ માટે ‘નમો સરસ્વતી યોજના’ અને ‘નમો લક્ષ્મી યોજના’ની જાહેરાત કરી છે.જનો શું છે આ યોજનાઓ 

  • નમો લક્ષ્મી યોજના શું છે?

જેમા નાણાપ્રધાન કનુભાઇ દેસાઈએ આ યોજના અંગે જણાવતા કહ્યુ છે કે, નમો લક્ષ્મી યોજનાથી ધોરણ ૯ થી 12 માં કન્યાઓનો પ્રવેશ વધશે. આ યોજના માટે આગામી વર્ષમાં રૂ 1250 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

  • નમો સરસ્વતી યોજના શું છે?

વિજ્ઞાન પ્રવાહના અભ્યાસક્રમોમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે નમો સરસ્વતી યોજનાની જાહેરાત કરતા તેમણે જણાવ્યું હતું કે ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા ગરીબ અને મધ્યમ વર્ગના પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને ધોરણ-11માં રૂ 10 હજાર અને ધોરણ 12 માં રૂ 15 હજાર મળી કુલ 25 હજારની સહાય આપવામાં આવશે.

આ યોજનાથી આગામી પાંચ વર્ષમાં વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓની સંખ્યા અંદાજે વાર્ષિક બે લાખથી વધી પાંચ લાખ થવાની ધારણા છે આ યોજના માટે આવતા વર્ષે અંદાજે રૂ 400 કરોડનો ખર્ચ થશે.