સુરેન્દ્રનગરમાં કોલસાની ખાણ વધુ એકવાર મોતની ખાણ સાબિત થઈ હતી. સુરેન્દ્રનગરના મૂળીના દેવપરામાં જીલેટીન બ્લાસ્ટ બાદ ગેસ ગળતરથી ત્રણ શ્રમિકોના મોત થયા હતા. ત્રણ શ્રમિકોને હોસ્પિટલમાં ખસેડાયા હતા. શ્રમિકોના મોતને લઈ ખાડાઓ પર ગેરકાયદે કબજો જમાવનાર બે શખ્સની મૂળી પોલીસે અટકાયત કરી હતી. રણજીતભાઈ ડાંગર અને સતુભાઈ કરપડાને પોલીસે ઝડપ્યા હતા. ખાણ ખનીજ વિભાગ, મામલતદાર, DYSP સહિતની ટીમે તપાસ શરૂ કરી હતી. ત્રણેય મૃતકો રાજસ્થાનના રહેવાસી હતા.
થાન દેવપરા ગામમાં કોલસાની ખાણમાં ગેરકાયદે બ્લાસ્ટ કરતા સમયે ઝેરી ગેસ ગળતર થતા 6 શ્રમિકો ઈજાગ્રસ્ત થયા હતા. તમામને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. દરમિયાન છનુભાઇ રાવત, રામદેવસિંઘ રાવત અને રાજુભાઇ હરજીભાઇ નામના ત્રણ પરપ્રાંતિય શ્રમિકના સારવાર દરમિયાન મૃત્યુ થયા હતા. દુર્ઘટના બાદ મૂળી પોલીસ અને ખાણ ખનીજ વિભાગની ટીમ સ્થળ પર પહોંચી અને ગેરકાયદે ખોડેલા ખાડા બંધ કરવાની કામગીરી શરૂ કરી હતી. ખાડા પર ગેરકાયદે કબજો કરનાર બે શખ્શો રણજીતભાઈ ડાંગર અને સતુભાઈ કરપડાને પોલીસે ઝડપી તપાસ શરૂ કરી હતી
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology