દેશનાં સૌથી મોટા પુલ તરીકે જેની ગણના થાય છે તેવા સુદર્શન બ્રિજનું આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કુલ 900 કરોડનાં ખર્ચે આ બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે. બેટ દ્વારકા જવા માટે અગાઉ દરિયાઈ માર્ગે બોટનો ઉપયોગ થતો હતો. પરંતું હવેથી અંદાજીત અઢી કિલોમીટરનો સિગ્નેચર બ્રિજ બનતા વાહનથી કે ચાલીને બેટ દ્વારકા જઈ શકાશે.
પીએમ મોદીએ જગત મંદિર દ્વારકામાં દ્વારકાધીશના દર્શન અને પૂજા-અર્ચના કરી હતી. તેમણે મંદિરમાં રહેલી દાન પેટીમાં દાન પણ કર્યુ હતું. ઉપરાંત તેમણે શંકરાચાર્યના આશીર્વાદ પણ લીધા હતા
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology