bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

કચ્છ, બનાસકાંઠા સહિત આ જિલ્લામાં હીટવેવની આગાહી, બે દિવસ માટે યલો એલર્ટ જાહેર...  

 

રાજ્યમાં આજે તેમજ આવતીકાલે હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ જાહેર કર્યું છે. ત્યારે પશ્ચિમથી ઉત્તર તરફ પવન ફૂંકાઈ રહ્યા છે.  બુધવારે રાજ્યનાં આઠ શહેરોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી નોંધાયું હતું. ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી પાંચ દિલસ અનેક જીલ્લાઓમાં હીટવેવની આગાહી કરી છે. 

હવામાન વિભાગનાં વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં આગામી પાંચ દિવસ હવામાન મુખ્યત્વે સુકુ રહેશે. તેમજ આગામી ત્રણ દિવસ હવામાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા ખૂબ ઓછી છે.  તેમજ ઉત્તર ગુજરાતનાં કેટલાક ભાગો અને અમદાવાદ અને ગાંધીનગરમાં વોર્મ નાઈટ રહેવાની શક્યતાઓ છે. 

હવામાન વિભાગ દ્વારા આજે અને આવતીકાલે રાજ્યમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યનાં કચ્છ, બનાસકાંઠા, અમદાવાદ અને રાજકોટમાં હીટવેવને આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા અને અમદાવાદમાં પણ રાત્રે ગરમ પવન ફૂંકાવાની શક્યતાઓ છે. આ સિવાયનાં તમામ જીલ્લાઓમાં તાપમાન સામાન્ય રહેશે.  તા. 29 નાં રોજ બનાસકાંઠા અને અમદાવાદમાં હીટવેવની ચેતવણી આપવામાં આવી છે. આજે બાકીનાં જીલ્લાઓમાં તાપમાન સામાન્ય રહેવાની શક્યતાઓ છે.