bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

આજે ગાંધીનગરમાં મળશે કેબીનેટની બેઠક PMના પ્રવાસને લઇને થશે  ચર્ચા...   

 

આજે ગાંધીનગરમાં રાજ્ય સરકારની કેબીનેટ બેઠક  મળશે. CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે સાંજે 4 વાગે મળનારી કેબિનેટ બેઠકમાં અનેક ચર્ચાઓ કરવામાં આવશે. આ કેબિનેટ બેઠકમાં ખાસ કરીને PMના ગુજરાત પ્રવાસને લઈ સમીક્ષા થશે. આ સાથે બજેટ સત્રમાં બાકી રહેલા કામો અને નવા બિલ બાબતે ચર્ચા થશે તો કૃષિ વિભાગ દ્વારા ચાલી રહેલી ખરીદી બાબતે પણ સમીક્ષા થશે. 

ભૂપેન્દ્ર પટેલ સરકારની આજે સાંજે  કેબીનેટ બેઠક  મળવાની છે. જેમાં આવતીકાલના PM મોદીના પ્રવાસ સહિતમાં મુદ્દે ચર્ચા થશે. મહત્વનું છે કે, આવતીકાલે વડાપ્રધાન ગુજરાતના પ્રવાસે આવશે. વડાપ્રધાન વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે. 

આવતીકાલેવડાપ્રધાન મોદી સવારે 10:45 વાગ્યે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF) અમૂલ ફેડરેશનની સુવર્ણ જયંતીની ઉજવણીમાં હાજર રહેશે. બપોરે 12:45 વાગ્યે વાળીનાથ મહાદેવ મંદિર તરભ ખાતે દર્શન કરશે. બપોરે 1:00 વાગ્યે તરભમાં મંદિરનો શિલાન્યાસ, ઉદઘાટન, રાષ્ટ્રને અર્પણ વિવિધ પ્રોજેક્ટ અને સાર્વજનિક કાર્યમાં હાજરી આપશે. બપોર પછી 4:15 વાગ્યે નવસારીમાં વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ, ઉદઘાટન કાર્યક્રમમાં હાજરી આપશે અને સાંજે 6:15 વાગ્યે કાકરાપારના એટોમિક પાવર પ્રોજેક્ટ્સની મુલાકાત લેશે.