bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

કૉંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સી.જે.ચાવડા ભાજપમાં જોડાયા, સીઆર પાટીલની હાજરીમાં કર્યા કેસરિયા....

વિજાપુરના પૂર્વ ધારાસભ્ય સી જે ચાવડા ભાજપમાં જોડાયા છે. અને તેમની સાથે તેમના કાર્યકરો પણ ભાજપમાં જોડાયા છે. પૂર્વ ધારાસભ્ય સી.જે.ચાવડા ગુજરાત ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલની હાજરીમાં ભાજપમાં સામેલ થયા છે. સી. જે. ચાવડાએ વિજાપુર બેઠક પરથી ધારાસભ્ય પદેથી 19 જાન્યુઆરીએ રાજીનામું આપ્યું હતું.

વિજાપુર ખાતે સી જે ચાવડા સાથે અનેક હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરોભાજપમાં સામેલ થયા છે. જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનોને ઉપસ્થિત રહ્યાં હતાં. વિજાપુરમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં મોટાપાયે કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં અનેક નેતાઓ ભાજપમાં સામેલ થયા છે.

સી.જે. ચાવડાએ કહ્યું કે, મેં ધારાસભ્ય પદથી અને કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દીધું છે. હવે હું ભાજપમાં જોડાઈ ગયો છું અને મેને જે કામગીરી આપવામાં આવશે તે કામગીરી કરીશ. મને ખ્યાલ છે કે, આ વિજાપુર તાલુકામાં કોને શું જોઈએ છે. તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસ જે રસ્તે ચાલે છે તે રસ્તે હું ચાલી શક્તો નથી. કોંગ્રેસ સારી બાબતને વખાણી શકવાની ક્ષમતા ગુમાવી ચુકી છે. રામમંદિરનો વિરોધ કરવો કોંગ્રેસ માટે યોગ્ય નથી.