ગુજરાતના અંકલેશ્વરમાં આવેલી GIDCમાં એક પેકેજિંગ કંપનીમાં આવેલા લાકડાના ગોડાઉનમાં આગ ભડકી ઊઠતાં ધૂમાડાના ગોટેગોટા ઉડ્યાં હતાં જે ઘણાં કિલોમીટર દૂરથી પણ જોવા મળી રહ્યા હતા. આગ પર કાબૂ મેળવવા માટે ફાયરબ્રિગેડનો કાફલો પણ ઘટનાસ્થળે ધસી આવ્યો હતો.
મળતી માહિતી અનુસાર અંકલેશ્વર GIDCમાં આવેલી જૈન પેકેજીંગ કંપનીમાં ભયાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. આ આગનું સ્વરૂપ એટલું વિકરાળ છે કે, તેના ધુમાડા પાંચ કિલોમીટર સુધી જોવા મળ્યા છે. આ કંપનીમાં લાકડાના બેલેટ બનાવવામાં આવે છે. જોકે હજુ સુધી કોઈ વ્યક્તિના ઘાયલ કે મૃત્યુ થયાની માહિતી મળી નથી. આગની જાણ થતાં જ અંકલેશ્વર, પાનોલી સહિતની ફયારવિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. આજે વહેલી સવારે આ ભયનાક આગ ભભૂકી ઉઠી હતી.
અંકલેશ્વર ડીપીએમસી અને પાનોલી ડીપીએમસીના ફાયર ટેન્ડરો દ્વારા આગ ઉપર કાબુ મેળવવા માટે પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. હજુ પણ આગ યથાવત છે. જોકે, આગ લાગવાનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી. DPMC ના અંદાજીત 10 થી વધારે ફાયર ટેન્ડરો ભારે જહેમતથી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology