bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

ગુજરાતમાં વરસાદની આગાહી વચ્ચે ભાવનગર અને ડાંગમાં કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો,  ખેડૂતો ચિંતામાં...

 

ગુજરાતમાં હજુ શિયાળાએ વિદાય લીધી નથી, ત્યાં બીજી તરફ અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો હતો.  ભાવનગર, ડાંગ સહિતના કેટલાક વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે.

ભાવનગરમાં વરસ્યો વરસાદ

ભાવનગર જિલ્લાના ઘોઘા ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે પવન સાથે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. મોરચંદ, છાયા, રતનપર, ગુંદી, કોળિયાક, બાડી, પડવા સહિતના પંથકમાં કમોસમી વરસાદ થયો છે. અચાનક વરસાદ વરસી પડતા અનેક પ્રકારના પાકને વ્યાપક નુકસાન થઇ શકે છે. વરસાદ વરસતા ખેડૂતોને પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ છે.

ડાંગમાં પણ થઇ મેઘમહેર

ડાંગ જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો છે. આહવા તાલુકામાં વરસાદ વરસ્યો છે. ધવલીદોડ અને શિવારીમાળ નજીક વરસાદ વરસ્યો છે. કમોસમી વરસાદને લઈને ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઇ છે.