ગુજરાતમાં વરસાદનું આગમન થઈ રહ્યું છે. સાબરકાંઠાના ઈડર અને હિંમતનગર પંથકમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. ખેડબ્રહ્મા તાલુકામાં પણ કેટલાક પંથકમાં વરસાદ થયો હતો. અમરેલીના ધારી પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો. આ ઉપરાંત હવામાન વિભાગે આગાહી કરી છે કે, આજે (નવમી જૂન) રાજ્યાનો કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે. છોટા ઉદેપુરમાં આવેલા કવાંટમાં 8 જૂને સવારના 6:30 કલાકે પવનની સાથે વીજળીના કડાકા સાથે કવાંટ સહિત તાલુકાના વિસ્તારમાં વરસાદની પધરામણી થઈ હતી. 3 વાગ્યા સુધીમાં સુધી કુલ 64 મીમી ધોધમાર વરસાદ પડયો હતો. નવસારીના ચીખલીમાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો હવામાન વિભાગની આગાહી અનુસાર, 11મી જૂને ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલીમાં વરસાદ પડી શકે છે. 12મી જૂને ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ અને દમણ દાદરા નગર હવેલીમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે ઉલ્લેખનીય છે કે, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી હતી કે, રાજ્યમાં આ વખતે 10મી જૂનની આસપાસ ચોમાસું શરૂ થશે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે તેમજ કચ્છમાં આંધી આવી શકે છે. દરિયા કિનારાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology