bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

રાજ્યના 206 જળાશયોમાં છે 62 ટકા જળસંગ્રહ, ગુજરાતની જીવાદોરીમાં તો પાણીનો ભરાવો 88 ટકાએ પહોંચ્યો...

હાલ ચોમાસું ચાલી રહ્યું છે ત્યારે સારા વરસાદને પગલે ગુજરાતના જળાશયોમાં નવા નીર આવ્યા છે. રાજ્યના 51 જળાશયો હાલ સંપૂર્ણ ભરાઈ ગયા છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 88 ટકા જળસંગ્રહ થયો છે.

રાજ્યના 206 જળાશયોમાં 62 ટકા જળસંગ્રહ થયો છે. ત્યારે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની સપાટી ઘટી છે, સરદાર સરોવર ડેમમાં જળ સંગ્રહ 88 ટકા થયો છે. રાજ્યના 51 જળાશયો એવા છે કે જે 100 ટકા ભરાયા છે, જયારે રાજ્યના 39 જળાશયો 70 થી 100 ટકા ભરાઈ ગયા છે.

રાજ્યમાં 55 જળાશયોમાં એવા છે કે જેમાં 25 ટકા કરતા પણ ઓછો જળ સંગ્રહ થયો છે. ગુજરાતના 60થી વધુ ડેમમાં પાણી વધુ આવતા હાઈએલર્ટ પર મૂકાયા છે. રાજ્યમાં 63 જળાશયો હાઈ એલર્ટ પર મુકાયા છે. તો રાજ્યના 18 વોર્નિંગ પર અને 9 જળાશયો એલર્ટ પર મુકાયા છે.