બનાસકાંઠા જિલ્લાના તત્કાલીન એસપી અને પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટને પાલનપુર એડિશનલ એન્ડ સેશન્સ કોર્ટે 20 વર્ષની સજા ફટકારી છે તેમજ 2 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. પાલનપુર કોર્ટે સંજીવ ભટ્ટને દોષિત ઠેરવી અલગ-અલગ 11 કલમો હેઠળ સજા અને દંડ ફટકાર્યો છે. જો દંડ ન ભરે તો એક વર્ષની સાદી કેદની સજા કરવાની જોગવાઈ કરવામાં આવી છે. પાલનપુર કોર્ટ સંજીવ ભટ્ટને NDPS કેસમાં દોષિત ઠેરવી 20 વર્ષની સજા સંભળાવી છે.
વર્ષ 1996માં બનાસકાંઠાના તત્કાલીન SP સંજીવ ભટ્ટે પાલનપુરની લાજવંતી હોટલમાં રાજસ્થાનના પાલીના વકીલના રૂમમાં 1.15 કિલો અફીણ રાખી ખોટો કેસ કર્યાના મામલામાં કોર્ટે સજા ફટકારી છે. અત્રે જણાવીએ કે, સજીવ ભટ્ટ સાડા પાંચ વર્ષથી પાલનપુરની સબજેલમાં કેદ છે.
1996માં સંજીવ ભટ્ટ બનાસકાંઠા એસપી હતા ત્યારે તેમને પાલીના એડવોકેટ સુમેરસિંહને 1.15 કિલો અફીણ કેસમાં ધરપકડ કરી હતી. આ ઘટના બાદ એડવોકેટ સુમેરસિંહે હાઈકોર્ટમાં ફરિયાદ કરી હતી. પાલીમાં એક પ્રોપર્ટી ખાલી કરાવવા માટે સંજીવ ભટ્ટે ડ્રગ્સ પ્લાન્ટ કરીને ખોટો કેસ ઉભો કર્યો હોવાના આક્ષેપ થયા હતા. આ કેસમાં વર્ષ 2018માં સીઆઇડી ક્રાઇમે સંજીવ ભટ્ટની ધરપકડ કરી હતી
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology