રાજકોટમાં ડો.એલ.જી. મોરીએ પરિણીતા સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ લગાવામાં આવ્યો છે. રાજકોટના સ્વામિનારાયણ ચોક પાસે આવેલા નયન ક્લિનિકમાં આ ઘટના બની હોવાનું સામે આવ્યુ છે. નોકરીની લાલચે ચાર વખત યુવતી પર દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ કર્યો છે. પરિણીતાએ માલવીયાનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ડોકટર એલ.જી. મોરી સામે એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે. તેમજ પોલીસે ડૉક્ટરની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે.
બીજી તરફ આ અગાઉ રાજકોટના જસદણ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી. જેમાં યુવતીને બ્લેકમેલ કરીને દુષ્કર્મ આચરતા હોવાનો આરોપ લગાવામાં આવ્યો છે. આરોપી હિંમત તેમજ મદદગારી કરનાર જયશુખ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. આરોપીઓએ યુવતીના નિર્વસ્ત્ર ફોટા પાડીને વાયરલ કરવાની ધમકી આપતા હતા.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology