રાજ્યમાં દિવસે ને દીવસે અકસ્માતોની સ્નાખ્યામાં વધારો થઇ રહ્યો છે. ત્યારે વધુ એક અકસ્માતની ઘટના રાજકોટમાંથી સામે આવી છે. રાજકોટના જસદણમાં ગમખ્વાર અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે. જસદણ પાસે આવેલ બાખલવડમાં ફૂલ સ્પીડ આવતી કારે બાઈકને હડફેટે લીધું હતું. અકસ્માતમાં મામા અને બે ભાણેજના ઘટના સ્થળે મોત થયા છે. ત્યારે અન્ય એક ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ દરમિયાન રાજકોટના જસદણ-બાખલવડ પાસે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. રાજકોટ-ભાવનગર હાઈવે પર જસદણના બાખલવડ ગામ નજીક મોડી રાત્રે એક કાર ચાલકે બાઈકને અડફેટે લેતા મામા અને બે ભાણેજના મોત થયા છે. કાર દ્વારા બાઈકને અડફેટે લેતા બાઈક સાથે મામા અને બંને ભાણેજ નીચે પટકાયા હતા, જેમાં મામા અને એક ભાણેજનું ઘટનાસ્થળે જ મોત થયું હતું જ્યારે અન્ય એક ભાણેજને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી, જેને તાત્કાલિક નજીક હોસિપટલમાં ખસેડવામાં આવી હતી. જો કે આજે વહેલી સવારે તેણે પણ સારવાર દરમિયાન જ દમ તોડી દીધો હતો.
હાલ આ ઘટનાની પોલીસ તપાસ કરી રહી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ મૃતક મામાનું નામ અજયભાઈ સદાસિયા ઉંમર વર્ષ આશરે 30 વર્ષ જ્યારે બે ભાણેજ કિંજલ રણછોડભાઈ ઓળકિયા ઉંમર વર્ષ આશરે 8 અને માહી રણછોડભાઈ ઓળકિયા ઉંમર વર્ષ આશરે 4 જાણવા મળી છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology