હાલ રાજ્યમાં અકસ્માતના બનાવો સતત વધી રહ્યાં છે. ત્યારે જૂનાગઢમાંથી વધુ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. આ અકસ્માતમાં 3 યુવકોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે. હાલ પોલીસે ગુનો નોંધીને વધુ તપસ હાથ ધરી છે.
મળતી માહિતી જૂનાગઢમાં બાટવાના પાજોદ ગામ પાસે મોડી રાતે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક ઈકો કારના ચાલકે ફૂલ સ્પીડમાં કાર ચલાવીને બાઈકને અડફેટે લીધું હતું. આ ઘટનામાં બાઈક પર સવાર ત્રણ યુવકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારબાદ ઈજાગ્રસ્ત યુવકોને તાત્કાલિક જૂનાગઢની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન ત્રણેય યુવકોના મોત થયા. અકસ્માતને પગલે રાહદારીઓના ટોળે ટોળા ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા અને
ત્રણેય યુવકો ભરત નગભાઈ મોરી ઉં.વ 16, રહે. બાટવા), પરેશ પરબતભાઈ રામ (ઉં.વ 25, રહે. બાટવા) અને હરદાસભાઈ કાળાભાઈ ઓડેદરા (ઉં.વ 30 રહે. માણાવદર)ના અવસાન થયા હતા. આ અકસ્માતની જાણ થતાંની સાથે જ પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. હાલ પોલીસે અકસ્માત સર્જીને ફરાર થયેલા અજાણ્યા કારચાલક વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે. પોલીસે કારના નંબરના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology