પાટીદાર સમાજની દીકરીઓ વિશે વિવાદિત ટિપ્પણી કાજલ હિન્દુસ્તાનીને ભારે પડી શકે છે. જાહેર કાર્યક્રમમાં મોરબી પાટીદાર સમાજની દીકરીઓ વિશે ટિપ્પણી કરી હતી. જેનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા વિવાદ વકર્યો છે. પાટીદાર સમાજમાં ભારે રોષ પ્રસર્યો છે અને કાજલ હિન્દુસ્તાની સામે પોલીસ ફરિયાદ કરવાની ચિંમકી આપી છે.કાજલ હિંદુસ્તાનીના પાટીદાર દીકરીઓ પરના નિવેદનથી વિવાદ વકર્યો છે. કાજલના આ વિવાદાસ્પદ નિવેદનથી પાટીદાર સમાજ રોષે ભરાયો છે. મોરબીમાં રહેતા પાટીદાર સમાજના આગેવાન અને પાસ અગ્રણી કાજલ હિંદુસ્તાની સામે ફરિયાદ નોંધાવશે. મોરબી પાટીદાર સમાજની દીકરીઓ વિશે જાહેર કાર્યક્રમમાં ટીપ્પણી કરનાર કાજલ હિન્દુસ્તાની સામે કેસ કરવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. મોરબીમાં રહેતા પાટીદાર સમાજના યુવા આગેવાન અને કોંગ્રેસના અગ્રણી મનોજભાઈ પનારા કાજલ હિન્દુસ્તાની સામે ફરિયાદ નોધાવશે.
પાટીદાર સમાજ પર વિપુલ ચૌધરી બાદ હવે કાજલ હિન્દુસ્તાનીના નિવેદનથી વિવાદ થયો છે. સામાજીક કાર્યક્રમમાં કાજલ હિન્દુસ્તાનીએ પાટીદારની દિકરીઓ મુસ્લીમો સાથે સંબંધ બનાવતી હોવાના આરોપ લગાવ્યા હતા. મનોજ પનારાએ જણાવ્યું કે, કાજલ હિન્દુસ્તાનીનું નિવેદન પાયાવિહોણું છે. કાજલ હિન્દુસ્તાની માફી માગે અને ભાષાની મર્યાદા રાખે. નોધનીય છે કે, કાજલ હિન્દુસ્તાનીનો વીડિયો વાયરલ થતા પાટીદાર સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. જેને લઈને મનોજ પનારા સહિતના આગેવાનોએ ફરિયાદ નોંધાવવાની તૈયારી કરી છે. મોરબી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં કાજલ હિંદુસ્તાની સામે ફરિયાદ નોંધાવવામાં આવશે.
તાજેતરમાં જ કાજલ હિન્દુસ્તાનીનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં તે પાટીદાર સમાજની દીકરીઓ વિશે વિવાદાસ્પદ નિવેદન આપતા મામલો ગરમાયો છે. કાજલ હિન્દુસ્તાની કહે છે કે, 'પિતા બહુ પૈસા કમાવવામાં વ્યસ્ત છે. માતા રીલ બનાવવા પોતાની મસ્તીમાં મસ્ત છે. ઘરમાં લાખો રૂપિયા પડ્યા છે, તિજોરીમાંથી 2-5 લાખ રૂપિયા લઈ લે તો કોને ખબર પડવાની છે. આ છોકરીઓની ઉંમર 16-17 વર્ષની છે. હવે વિચારી લ્યો આપણો સમાજ કઇ જગ્યાએ જઇ રહ્યો છે.'
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology