લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ વધુ ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના પાયાના કાર્યકર તરીકે સક્રિય રહેલા નારણ રાઠવાએ કોંગ્રેનો પક્ષ છોડી દીધો છે અને ભાજપને સાથ આપવાનું પસંદ કર્યુ છે. નારણ રાઠવાએ પોતાના સમર્થકો સાથે ભાજપનો ખેસ ધારણ કર્યો છે.
લોકસભા ચૂંટણી પહેલા ભાજપનો ભરતી મેળો પૂર બહારમાં ખીલ્યો છે, અને આ ભરતી મેળામાં પૂર્વ પટ્ટીનો સૌથી મોટો આદિવાસી ચહેરો ગણાતા નારાણ રાઠવાનું નામ પણ જોડાઇ ગયુ છે. નારણ રાઠવાએ પોતાના પુત્ર સંગ્રામ સહિત સમર્થકો સાથે કેસરિયા કર્યા છે. જનતા દળથી શરૂ થયેલી નારણ રાઠવાની રાજનીતિએ આખરે 2024માં યુટર્ન લીધો છે.
નારણ રાઠવા છેલ્લા 25 વર્ષથી કોંગ્રેસના પાયાના કાર્યકર તરીકે સક્રિય રહ્યા છે. આ સમયગાળમાં તેઓએ 6 વાર સાંસદ બન્યા, એકવાર રાજ્યકક્ષાના રેલવે પ્રધાન પણ રહ્યા. પ્રાયોજના વહીવટદાર તરીકેની નોકરી છોડીને રાજકારણમાં આવેલા રાઠવા, છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસથી નારાજ હોવાની ચર્ચા હતી.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology