bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

કોંગ્રેસના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ રાજીનામું આપ્યું, હવે કેસરિયા કરશે...

કોંગ્રેસના વધુ એક ધારાસભ્યએ રાજીનામું આપી દીધું છે.. માણાવદરના કોંગ્રેસના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ આપ્યું રાજીનામું આપી દીધું છે.. લાડાણી અર્જુન મોઢવાડિયા જૂથના નેતા માનવામાં આવે છે. અર્જુન મોઢવાડિયાએ હજુ ગઇકાલે એટલે કે મંગળવારે જ કેસરિયો ધારણ કર્યો છે. ત્યારે આજે તેમના જુથના નેતા અરવિંદ લાડાણીએ પણ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો છે..માનવામાં આવે છે કે ટુંક સમયમાં જ તેઓ ભાજપમાં જોડાશે 

કોંગ્રેસના સભ્યપદ અને ધારાસભ્યપદેથી રાજીનામું આપ્યા બાદ લાડાણી ભાજપમાં જોડાશે. આજે બપોરે રાજુલામાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સાથે ગુપ્ત બેઠક યોજી હતી. અરવિંદ લાડાણી વિધાનસભા અધ્યક્ષના બંગલોએ પહોંચ્યા હતા અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું. આ દરમિયાન જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયા પણ હાજર હતા.