વડોદરા જીલ્લામાંથીમાંથી જૂથ અથડમણની ઘટના સામે આવી છે. વડોદરા ડભોઈમાં કડિયાનાડમાં બે જૂથ વચ્ચે અથડામણ થતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. આ અથડામણમાં 12 લોકો ઘાયલ થયા છે. જેમાંથી 5 લોકોની હાલત ગંભીર છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા છે. આ ઘટની જાણ થતા જ ડભોઇ પોલીસ ઘટના સ્થળ પહોંચી હતી. અને મામલો વધુ ન વણસે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
મળતી વિગતો અનુસાર ડભોઈમાં કડિયાવાડ વિસ્તારમાં નજીવી બાબતે મોડી રાતે બે જૂથ વચ્ચે અથડામણ સર્જાઈ હતી. સામાન્ય બોલાચાલી બાદ બે જૂથના લોકો લાકડી-પાઈપો લઈને સામ સામે આવી ગયા હતા. આ દરમિયાન પથ્થરમારો પણ થયો હતો. મારામારીમાં 12 લોકો ઇજાગ્રસ્ત થતા ઇજાગ્રસ્તોને વડોદરા અને ડભોઇ હોસ્પિટલમાં ખસેડાયા છે. રસ્તા પર લોકોના ટોળેટોળા ઉમટી પડતા વાતાવરણ તંગ બન્યું હતું. આ સમગ્ર મામલાની જાણ થતાં જ પોલીસ કાફલો તેમજ સ્થાનિક ધારાસભ્ય તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા અને પરિસ્થિતિ થાળે પાડી હતી. ક્યા કારણોસર ઘટના બની તેની તપાસ પોલીસ કરી રહી છે. ઇજાગ્રસ્તોના નિવેદન લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.મામલો વધુ વણસે નહી તે માટે વિસ્તારમાં પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે. હુમલાખોરોને ઝડપી લેવા પોલીસે તજવીજ હાથ ધરી છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology