bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

બગોદરા-લીમડી હાઇવે પર ભયંક અકસ્માત:  બસ – ટ્રક વચ્ચે ટક્કર થતાં 2નાં મોત, 22 ઘાયલ...

રાજ્યમાં અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. એવામાં આજે સવારે બગોદરા-લીમડી હાઇવે ખાનગી બસ અને ટ્રક વચ્ચે ટક્કર થતાં ભયાનક અકસ્માત સર્જાયો હતો.બસમાં સવાર 22 લોકોને ઇજા પહોંચી છે અને બે લોકોના મોત થયા છે. 

પ્રાપ્ત થતી માહિતી અનુસાર, ખાનગી બસમાં સવાર 22 લોકોને ઇજા પહોંચી છે અને બે લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે. ઇજાગ્રસ્તો પૈકી 12 મુસાફરોને બાવળાની ખાનગી હોસ્પિટલમાં અને અન્ય મુસાફરોને બગોદરાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતના પગલે પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે. હાઇવે પર પથ્થર ભરેલા બંધ ડમ્પરને લક્ઝરીનો ચાલક જોઇ શક્યો નહતો જેને કારણે આ ગંભીર અકસ્માત સર્જાયો હતો