મિશ્ર ઋતુના કારણે રાજ્યમાં વાઈરલ ઈન્ફેક્શનના દર્દીઓમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે અમદાવાદમાં ફરી એકવખત કોરોના અને સ્વાઇન ફ્લૂના કેસ નોંધાતા ફફડાટ પ્રસર્યો છે. આ દર્દીઓને અસારવા સિવિલમાં સારવાર આપવામાં આવી રહી છે. .કોરોનાના એક દર્દી યુવાન છે જેની 40 વર્ષની ઉમર છે જ્યારે બીજા દર્દી મહિલા છે જેમની ઉમર 75 વર્ષની છે. બંને દર્દીઓ અત્યારે ઓક્સિજન ઉપર છે.
રાજ્યમાં H1N1 ના કેસ સાથે કોરોનાએ ફરીએકવાર દસ્તક દીધી છે. જ્યાં અસારવા સિવિલ માં H1N1 5 કેસ નોંધાતા શહેરમાં ફફડાટ પ્રસર્યો છે. 5 દર્દીને અસારવા સિવિલમાં દાખલ કરાયા છે. 5 કેસમાં એચ વન એન વનનું એક દર્દી જે સ્ટેબલ થતા તેને રજા આપી દેવામાં આવી છે. હાલ હોસ્પિટલમાં 4 દર્દી દાખલ છે. આ 4 દર્દીઓ 48 વર્ષથી 63 વર્ષ સુધીના છે. જેમાં 3 દર્દી એવા છે જેને સિવિયર કો-મોરબિલિટીઝ છે. જે 3 દર્દી ગુજરાતના અને એક દર્દી મધ્યપ્રદેશનું છે. 4 દર્દીમાં 1 દર્દી બાયપેપપર અને 1 દર્દી વેન્ટિલેટર પર અને 2 દર્દી સામાન્ય ઓક્સિજન પર છે. તો બીજી તરફ હાલ કોવિડના 2 દર્દી અસારવા સિવિલમાં દાખલ છે. જે બંને દર્દી સિવિયર મોરબી ડિટીઝ વાળા છે. 1 દર્દી 40 વર્ષના પુરુષ છે અને બીજો દર્દી 75 વર્ષના મહિલા છે. બંને દર્દીને સામાન્ય ઓક્સિજનની રિક્વાયરમેન્ટ છે.
કોરોનાએ ફરી માથુ ઉચક્યુ છે. અમદાવાદમાં કોરોનાના 2 કેસ સામે આવ્યા છે. બંને દર્દીઓને અમદાવાદ અસારવા સિવિલમાં આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાયા છે. આ સાથે H1N1 ના 5 કેસ પણ નોંધાયા છે. છેલ્લા એક મહિનાની વાત કરવામાં આવે તો H1N1 ઇન્ફ્લુઅન્ઝા વાઈરસ એટલે કે સ્વાઈન ફ્લૂના 180 કેસ નોંધાયા છે, જ્યારે 9 દર્દીઓ મોતને ભેટ્યા છે. ખાસ કરીને અમદાવાદમાં સ્વાઈન ફ્લૂના કેસમાં અચાનક ઉછાળો આવતા તબીબોએ પણ ચિંતા વ્યક્ત કરી છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology