bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

ફરી કચ્છની ધરા ધ્રુજી: ભુજની રણકાંધીએ 3.2ની તીવ્રતા ધરાવતો વધુ એક આફ્ટર શોક નોંધાયો...  

 


કચ્છ જિલ્લામાં સમયાંતરે ધરતીકંપના આંચકાની ઘટના સામે આવતી રહે છે. ત્યારે વધુ એક વખત ભૂકંપનો 3.2ની તિવ્રતા ધરાવતો આફ્ટર શોક આજે વહેલી પરોઢના નોંધાયો છે. ભુજ તાલુકાના ખરોડની ઉત્તર દિશાએ રણ કાંધી તરફ કેન્દ્ર બિંદુ ધરાવતા આંચકાની અસર સ્થાનિકે વર્તાઈ ના હતી પરંતુ લગાતાર આવતા આંચકાઓની ખબરથી લોકોમાં ચિંતા ફેલાઈ હોવાનું જાણવા મળ્યું છે.

કચ્છમાં છેલ્લા એક સપ્તાહ દરમિયાન આજે બીજો આંચકો નોંધાવા પામ્યો છે. આ પૂર્વે ગત તા.29ના ફેબ્રુઆરીના દુધઈ થી 9 કિલોમીટર દૂર વાગડ ફોલ્ટલાઈન ઉપર 2.9ની તિવ્રતા સાથે ધરા ધ્રુજી હોવાની ઘટના બની હતી.