અમદાવાદ બાદ હવે ભાવનગરમાં સ્વાઇન ફ્લૂના કેસોમાં વધારો નોંધાયો છે. છેલ્લા 3 માસમાં 44 કેસ નોંધાયા છે. જોકે તાવના કેસમાં ગત માસની તુલનામાં ચાર ગણો ઘટાડો નોંધાયો છે. ફેબ્રુઆરીમાં તાવના 17 હજાર કેસ નોંધાયા હતા. જે માર્ચમાં ઘટીને 3860 થયા છે. શરદી ઉધરસના 1278 કેસ
નોંધાયા છે.ભાવનગર શહેરમાં સ્વાઈન ફ્લૂ ના કેસોમાં વધારો થતા આરોગ્ય વિભાગ દોડતુ થયું છે. છેલ્લા ૩ માસમાં સ્વાઇન ફ્લૂ ના 44 કેસ નોંધાયા છે. ફેબ્રુઆરીના માસમાં તાવના 17 હજાર કેસ નોંધાયા હતા. જોકે તાવના કેસ ઘટીને માર્ચ મહીનામાં 3860 કેસ નોંધાયા છે. જ્યારે શરદી ઉધરસના 1278 કેસ નોંધાયા છે.
સ્વાઈન ફ્લૂ એ ખૂબ જ ઝડપથી ફેલાતો ચેપી રોગ છે. H1N1 તરીકે પણ ઓળખાય છે. તે ડુક્કર દ્વારા ફેલાતો ખતરનાક ચેપી રોગ છે. આ ચેપગ્રસ્ત પ્રાણી અથવા માણસના સંપર્કમાં આવવા પર, H1N1 વાયરસ માનવ શરીરમાં સંપર્કમાં આવે છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology