bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

પોરબંદરથી ઝડપાયેલા જાસૂસે પાકિસ્તાનની મહિલાને મોકલી આ માહિતી, તપાસમાં થયો ખુલાસો...  

ગુજરાત ATSએ ગુપ્ત માહિતીના આધારે પોરબંદરથી પાકિસ્તાન માટે જાસૂસી કરતો એક યુવક ઝડપી પાડ્યો .  આ યુવકનું નામ જતીન જીતેન્દ્રભાઈ ચારણીયા છે અને તે માછીમારી કરે છે. ગુજરાત ATSને મળેલી ગુપ્ત માહિતીના આધારે ATS છેલ્લા 15 દિવસથી આ યુવક પર નજર રાખી રહી હતી અને આખરે તેને ઝડપી પાડ્યો . આ યુવકને પોરબંદરથી અમદાવાદ ખાતે ગુજરાત ATSની કચેરીએ લાવવામાં આવ્યો અને તેની પૂછપરછ કરવામાં આવી  જાન્યુઆરી 2024થી એક અળવિકા પ્રિન્સ નામની ફેસબુક પ્રોફાઈલ સાથે સંપર્કમાં આવ્યો હતો. પોતે એક મહિલા હોવાનું જણાવી આ અળવિકા પ્રિન્સ ફેસબુક પ્રોફાઈલ ધારકે જતીન ચારણીયા પાસેથી તે પોરબંદર ગુજરાતનો છે અને માછીમારી કરે છે તે માહીતી મેળવી અવાર-નવાર ચેટ કરી, મિત્રતા કેળવી જતીન ચારણીયાને વિશ્વાસ લીધો હતો  માંગણી મુજબ જતીન ચારણીયાએ  તેને મેસેજ કરીને પોરબંદર ખાતે ઇન્ડિયન કોસ્ટગાર્ડની જેટી તથા શીપ અંગેની કેટલીક વિગતો મોકલી આપેલ હતી. ત્યારબાદ દરિયાનો અને ઇન્ડિયન કોસ્ટગાર્ડના જેટી તથા જેટી ઉપર ઉભેલ શીપનો વીડીયો બનાવી અડવીકાને મોકલ્યો હતો. આ માહિતી બદલ અડવીકાએ જતીન ચારણીયાને ટુકડે ટુકડે કુલ 6000 રૂપિયા તેના બેન્ક ખાતામાં જમા કર્યા હતા. અડવીકાની સૂચના મુજબ જતીન ચારણીયાએ અડવીકાએ આપેલ તેના વૉટ્સઅપ એકાઉન્ટ પર ચેટ પણ કરેલ, જે વૉટ્સઅપ એકાઉન્ટ પાકિસ્તાનથી ઓપરેટ થઈ રહેલ હોવાનું ખૂલવા પામેલ