bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

અમદાવાદમાં ઇવીના શો રૂમમાં આગ લાગતાં બેટરીઓના ધડાકા, આસપાસની દુકાનો ખાલી કરાઈ...

 અવાર-નવાર ઇલેક્ટ્રિક વ્હીકલમાં બેટરી બ્લાસ્ટ થવાના સમાચાર સામે આવે છે. પરંતુ આજે અમદાવાદ શહેરના અસારવા વિસ્તારમાં આવેલા ઇલેક્ટ્રીક વ્હીકલના શોરૂમમાં આગ લાગવાની ઘટના સર્જાઈ હતી. આગ લાગતાં શોરૂમમાં રહેલી બેટરીઓ ધડાધડ ફાટવા લાગી હતી. જેના લીધે શોરૂમના કાચ પણ તૂટી ગયા. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આસપાસની દુકાનો ખાલી કરાવી હતી. 

ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લીધો હતો. જેના લીધે કોઈ હાનજાનિ થઈ નથી પરંતુ શોરૂમમાં પડેલો સામાન બળીને ખાખ થઇ જતાં મોટું નુકસાન થયું છે. પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે કે કોઈ અગમ્ય કારણોસર બેટરીમાં આગ લાગી હતી. જેના લીધે અન્ય બેટરીઓમાં બ્લાસ્ટ થતાં આગે મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગના લીધે ચારે તરફ ધુમાડાના ગોટેગોળા જોવા મળ્યા હતા. આસપાસના વિસ્તારમાંથી લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.