bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

રાજકોટ-ગોંડલ નેશનલ હાઈવે સહિત સર્વિસ રોડ પર ખાડારાજ, લોકોમાં અકસ્માતનો ભય...

રાજકોટ-ગોંડલ નેશનલ હાઈવે બિસ્માર થયો છે. જેમાં નેશનલ હાઈવે સહિત સર્વિસ રોડ પણ ખરાબ છે. તેમાં હાઈવે ઉપર ઠેર-ઠેર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળ્યું છે. વાહનચાલકો જોખમી રીતે પસાર થવા મજબૂર બન્યા છે. રાજકોટ શહેરના અંતરિયાળ રસ્તાઓ તો બિસ્માર બન્યા છે પરંતુ હવે નેશનલ હાઇવે પર પણ ખાડારાજનો ભોગ બની રહ્યા છે.

  • હાઇવે ઉપરના રસ્તામાં ઠેર ઠેર ખાડા જ ખાડા જોવા મળી રહ્યા છે

રાજકોટથી જુનાગઢ જવાનો નેશનલ હાઇવે મસમોટા ખાડાને પગલે વાહન ચાલકો માટે અકસ્માત સર્જાય તેવો બની ગયો છે. રાજકોટથી ગોંડલ તરફ જવાના હાઇવે ઉપરના રસ્તામાં ઠેર ઠેર ખાડા જ ખાડા જોવા મળી રહ્યા છે. ગોંડલ ચોકડીથી આગળ શાપર સુધીનો નેશનલ હાઇવે ઉપર ખાડા જ ખાડા જોવા મળે છે. નેશનલ હાઇવે હોવાના કારણે વાહનો પૂરી ગતિથી ચાલતા હોય છે તેમને આગળના રસ્તે ક્યાં ખાડા છે અને ક્યાં ખાડા આવશે તેનું કોઈ અનુમાન નથી હોતું જેને પગલે વાહન ચાલકો ખાડામાં ભરાઈ જાય છે. તો સર્વિસ રોડ ઉપર પણ ખાડા અને વરસાદી પાણી ભરાઈ જવાથી વાહન ચાલકો મોટી મુસીબતમાં મુકાઇ જાય છે.

  • જ્યાં જ્યાં પણ ખાડા છે ત્યાં ત્યાં ગમખ્વાર અકસ્માતનો ભય રહે છે

માત્ર સર્વિસ રોડ જ નહીં પરંતુ હાઈવે ઉપર પણ દર 100 મીટરે એક ખાડો આવે છે જ્યાં જ્યાં પણ ખાડા છે ત્યાં ત્યાં ગમખ્વાર અકસ્માતનો ભય રહે છે. આ સ્થિતિ રાજકોટથી શાપર સુધીના 15 કિલોમીટરના હાઇવે ઉપર જોવા મળે છે. વરસાદ ભલે ઓછો થયો હોય પણ કામ નબળુ થવાના કારણે ખાડા પડયા છે જેનો કોઈ ઉકેલ કે ઉપાય હજુ સુધી નેશનલ હાઇવે ઓથોરિટી કે પછી કોન્ટ્રાક્ટર પાસે નથી જેથી ભોગ વાહન ચાલકો બને છે.