bs9tvlive@gmail.com

06-April-2025 , Sunday

 રાજયમાં પવનોની દિશા બદલતા ગરમીમાં થયો આશિંક ઘટાડો...

રાજ્યમાં ગરમીમાં આંશિક ઘટાડો નોંધાયો છે,પવનોની દિશા બદલતા તાપમાન ઘટ્યું છે,મોટાભાગના જિલ્લામાં તાપમાન 2-3 ડિગ્રી ઘટ્યું છે,પવનની દિશા બદલતા તાપમાન ઘટ્યું હોવાની વાત સામે આવી છે ત્યારે સૌથી વધુ રાજકોટમાં 37.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે.


જાણો કયાં કેટલું તાપમાન નોંધાયું

હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો અમદાવાદમાં 36.7 ડિગ્રી, ગાંધીનગરમાં 36.5 ડિગ્રી,ડીસામાં 36.7 ડિગ્રી, વડોદરામાં 37.4 ડિગ્રી,સુરતમાં 36.2 ડિગ્રી, ભુજમાં 36.1 ડિગ્રી,અમરેલીમાં 37.8, પોરબંદરમાં 35 ડિગ્રી,ભાવનગરમાં 35.7 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 37.5 ડિગ્રી,મહુવામાં 37.2 ડિગ્રી, કેશોદમાં 37.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

ગુજરાતમાં વધ્યું ગરમીનું પ્રમાણ

દક્ષિણ પશ્ચિમ રાજસ્થાનમાં સર્જાયેલ સાયક્લોનિક સરક્યુલેશનની અસર હેઠળ રાજસ્થાન અને ગુજરાતમાં કાળઝાળ ગરમી અનુભવાઈ રહી છે. રાજસ્થાનની દક્ષિણ પશ્ચિમે સર્જાયેલ સાયક્લોનિક સરક્યુલેશનની સાથેસાથે સમુદ્રની સપાટીથી પાંચ કિલોમીટરની ઉંચાઈએ સર્જાયેલ ટ્રર્ફને કારણે પણ ગુજરાતમાં ગરમીનો પારો ઉચકાયો છે.ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે.

અનેક શહેરોમાં હજી પણ વધશે ગરમી

આગામી 3-4 દિવસ તાપમાન 40થી 42 ડિગ્રી રહેવાની આગાહી કરવામાં આવી છે. તેમજ સૌરાષ્ટ્ર-કચ્છ, દક્ષિણ ગુજરાતમાં ગરમી વધવાની સંભાવના પ્રબળ છે. એન્ટી સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતા વાતાવરણમાં પલટો આવશે. માર્ચની શરૂઆતથી જ ગરમીનો પારો અમદાવાદ શહેરમાં 36થી 37 ડિગ્રી જોવા મળ્યો હતો. જો કે હવે ગુજરાતાના અનેક શહેરોમાં ગરમી 40 થી 42 ડિગ્રી પહોંચશે.