bs9tvlive@gmail.com

06-April-2025 , Sunday

કાળા ડીબાંગ વાદળો વચ્ચે રાજકોટમાં મેઘરાજા મોજમાં...  

રાજકોટમાં લાંબા વિરામ બાદ ગઈ કાલે વરસાદે જોર બતાવ્યું હતું. જે બાદ આજ આખો દિવસ ઉકળાટ અનુભવાયો હતો. આજ સાંજે ફરી વરસાદી વાતાવરણ સર્જાયું હતું અને મેઘરાજા ફરી રાજકોટમાં પધાર્યા છે.

ઉલેખનીય છે કે આ સીઝનમાં રાજકોટમાં સારો વરસાદ થયો નહોતો. ભર ચોમાસે રાજકોટ વાસીઓ ઉનાળા જેવી તાપ અને ગરમી સહન કરી રહ્યા હતા. શહેરમાં સતત બે દિવસથી સાંજના સમયે  વરસાદ વરસી રહ્યો છે. જેને લઇને ઠેરઠેર પાણી પર ભરાયની સમસ્યાઓ સામે આવતા તંત્રની પોલ પણ ખુલી પડી  છે