નાના બાળકોનાં વાલીઓએ ચેતવા જેવો વધુ એક કિસ્સો સુરતમાં સામે આવ્યો છે. ડીંડોલી વિસ્તારમાં રહેતી દોઢ વર્ષની બાળકી રમતા રમતા માતા પિતાની જાણ બહાર મેગ્નેટિક મણકાની માળા ગળી ગઈ હતી. બે ત્રણ દિવસ પેટમાં દુખાવો અને ઉલટીઓ થવાની શરૂ થઈ ગઈ હતી. ત્યારબાદ સ્મીમેર હોસ્પિટલ ખસેડાતા એકસરે કરતા પેટમાં મેગ્નેટિક મણકાની માળા હોવાનું સામે આવ્યું હતું. આ માળાના કારણે આંતરડાની દીવાલમાં કાણા પડી ગયા હતા. તબીબોએ 3 કલાકમાં સફળ સર્જરી કરી 18 મણકા બહાર કાઢ્યા હતા. આ સાથે જ આંતરડાની દીવાલમાં પડી ગયેલા કાણા રીપેર કરી જીવ બચાવી લેવામાં આવ્યો હતો. સર્જરી વિભાગના પ્રોફેસર ડોક્ટર હરિશ ચૌહાણ એ એન્ડોસ્કોપી કરીને માળા કાઢવાની કોશિશ કરી, પરંતુ માળાના મણકા જઠરની દીવાલમાં ખૂંપી ગયા હતા, તેથી તાત્કાલિક ઓપન લેપ્રોટોમી, ટાંકાવાળું પેટનું ઓપરેશન કરવાનું નક્કી કર્યું હતું. ઓપરેશન દરમિયાન જાણવા મળ્યું કે દર્દીની GI SYSTEM એક બોલની જેમ ચીપકી ગઈ હતી. એક બોલ જેવો માસ થઈ ગયો હતો, જેને છૂટા પડતાં GI SYSTEM માં વિવિધ ભાગોમાં 10 કાંણા પાડેલા હતાં, અને ત્યાં મેગ્નેટિક મણકાઓ ચોંટેલા હતાં. સુરત પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં દર અઠવાડિયે આવા સરેરાશ 10-12 બાળકો આવે છે. દોઢ વર્ષની બાળકીના ઓપરેશન દરમિયાન બેભાન કરનારા ડોક્ટરઓ, પેડિયાટ્રીશયન, સર્જરી ની ટીમ પ્રોફેસર ડો. હરિશ ચૌહાણ , ડો. મિલન તથા યુનિટ ના રેસિડન્ટ ડોક્ટરોનો દર્દીના માતા પિતાએ હૃદયપૂર્વક આભાર માન્યો હતો
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology