bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

નવસારી: ટ્રેન પસાર થઈ અને પાટા પર પડેલી હથોડી ઉડીને સીધી કર્મચારીને વાગી...  

 


નવસારી રેલ્વે સ્ટેશન પર  એક વિચિત્ર અકસ્માતની ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે, અવાર-નવાર અનેક પ્રકારના અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે પણ નવસારી રેલ્વે સ્ટેશન પર એક વિચિત્ર ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે, નવસારી રેલ્વે સ્ટેશન પરથી સુપરફાસ્ટ ટ્રેન પસાર થઈ હતી. આ દરમિયાન પ્લેટફોર્મ પર હથોડો ઉડીને રેલવેકર્મીને છાતીમાં વાગ્યો હતો. જેને કારણે કર્મચારીના છાતીમાં વાગતા તેની પાંસળીઓ તૂટી ગઈ હોવાનું સામે આવ્યું છે.

નવસારી રેલ્વે સ્ટેશન પરથી અનેક ટ્રેનો પસાર થાય છે. આ દરમિયાન અહીં પ્લેટફોર્મ પર ઉભેલા રેલવેકર્મીને ઉડીને છાતીમાં હથોડો વગવાની ઘટના સામે આવી છે. વિગતો મુજબ રેલવે ટ્રેક પર કામ કરતા કામદારોનો હથોડો ટ્રેક પર પડ્યો હતો. આ દરમિયાન તેજસ સૂપરફાસ્ટ ટ્રેન પસાર થતા હથોડો ઉડી કર્મચારીને વાગ્યો હતો. પ્લેટફોર્મ પર ઉભેલા કર્મીને છાતીમાં હથોડો વાગતા પાંસળીઓ તુટી જતાં રેલવે ટ્રેક પર સમારકામ કરી રહેલ કામદારોની ગંભીર બેદરકારી સામે આવી છે. આ તરફ વજનદાર હથોડો રેલવે કર્મીને વાગતા છાતીની પાંસળી તૂટી હોવાનું સામે આવ્યું છે, ઘટનાને લઈ ઇજાગ્રસ્ત કર્મચારી કમલેશ સોનકરને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો