bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

વડોદરાની લોકસભાની બેઠકને લઇને મોટા સમાચાર, રંજનબેન ભટ્ટે ચૂંટણી ન લડવાની કરી જાહેરાત...  

લોકસભાની ચૂંટણી પહેલા વડોદરામાંથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટએ ચૂંટણી ન લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. રંજનબેન ભટ્ટને ભાજપે વડોદરા લોકસભા બેઠક પરથી ટિકિટ આપી છે. આ તરફ હવે અંગત કારણો આપી રંજનબેન ભટ્ટએ ચૂંટણી ન લડવાની ઈચ્છા વ્યક્ત કરતાં રાજકારણ ગરમાયું છે.

તેઓએ સોશિયલ મીડિયામાં જાહેરાત કરી છે. તેઓએ પોતાના X હેન્ડલ પર જણાવ્યું છે કે, હું રંજનબેન ધનંજય ભટ્ટ મારા અંગત કારણોસર લોકસભા 2024ની ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવુ છું. રંજબેને ઉમેદવારી પાછી ખેંચી તેની પાછળ જ્યોતિબેન પંડ્યા અને કેતન ઇનામદારનું પ્રેશર કામ કરી ગયાનું પણ કહેવાય છે.

વડોદરા લોકસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર તરીકે ત્રીજી વખત રંજનબેન ભટ્ટનું જ્યારથી નામ જાહેર થયું હતું, ત્યારથી વડોદરા શહેર-જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો. ભાજપના ઉમેદવાર સામે ભાજપના જ રાષ્ટ્રીય મહિલા મોરચાના માજી ઉપાધ્યક્ષ ડો. જ્યોતિબેન પંડ્યાએ ભ્રષ્ટાચારના આક્ષેપો મૂકી રંજનબેનને કરવામાં આવેલા રિપીટ અંગે નારાજગી વ્યક્ત કરી હતી. તે બાદ વડોદરા લોકસભા બેઠક ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું