કડકડતી ઠંડીમાં ગુજરાત ઠુંઠવાયું છે. 7.4 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર રહ્યું છે. અમદાવાદ સહિત 13 શહેરમાં ઠંડીનો પારો 13 ડિગ્રીથી નીચે ગયો છે. બે દિવસના માવઠા બાદ અચાનકથી ઠંડીનો પારો ગગડતા હાડ થીજવતી ઠંડીમાં ગુજરાત ઠુંઠવાયું છે. 13 શહેરોમાં લઘુતમ તાપમાનનો પારો 15 ડિગ્રીની નીચે ગયો છે. સમગ્ર રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત રહ્યો છે.
કચ્છ, સૌરાષ્ટ્રમાં કડકડતી ઠંડીનો માર યથાવત છે. 7.4 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર છે. તો 11.2 ડિગ્રી સાથે કેશોદ, 11.4 સાથે અમરેલી અને 11.5 ડિગ્રી મહુવા ઠંડીમાં ઠુંઠવાયું છે. રાજકોટ, પોરબંદર અને સુરેન્દ્રનગરમાં 14 ડિગ્રીથી નીચે તાપમાન બે દિવસના માવઠા બાદ અચાનકથી ઠંડીનો પારો ગગડતા હાડ થીજવતી ઠંડીમાં ગુજરાત ઠુંઠવાયું છે. 13 શહેરોમાં લઘુતમ તાપમાનનો પારો 15 ડિગ્રીની નીચે રહ્યો છે.
દેશના પહાડી રાજ્યોમાં હિમવર્ષાની અસર મેદાની વિસ્તારોમાં સીધી દેખાઈ રહી છે. દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, પંજાબ જેવા વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. એવું લાગે છે કે ઉત્તર ભારતમાં વિદાય લેતો શિયાળો હજુ ચાલુ રહેશે. હવામાન વિભાગ ઉત્તર-પૂર્વ ભારતના કેટલાક રાજ્યોમાં વરસાદની સંભાવના પણ વ્યક્ત કરી રહ્યું છે. બુધવારે (6 માર્ચ) દિલ્હીમાં આકાશ વાદળછાયું રહેશે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology