સુરત, 7 માર્ચ 2024, શહેરના કતારગામમાં એક યુવતીને તેનો પ્રેમી પરીણિત હોવાની જાણ થતાં તે હતાશ થઈ ગઈ હતી. પ્રેમમા મળેલી નિષ્ફળતાની હતાશામં તે આપઘાત કરવા અમરોલી બ્રિજ પર પહોંચી હતી. યુવતી તાપી નદીમાં છલાંગ મારે તે પહેલાં જ તેને TRB જવાને બચાવી લીધી હતી. ત્યાર બાદ યુવતીને તેના પિતાને સોંપી દીધી હતી.ટ્રાફિક બ્રિગેડના જવાન રાહુલે આપઘાત કરવા નીકળેલી યુવતીને બચાવી લઇને ખૂબ જ સારી કામગીરી કરતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓએ તેની ફરજને બિરદાવી હતી.
પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરતમાં અમરોલી વિસ્તારમાં જૂના જકાતનાકા પાસે ટ્રાફિક બ્રિગેડનો સ્ટાફ ફરજ બજાવી રહ્યો હતો. આ દરમિયાન અમરોલી બ્રિજ પર પસાર થતાં રાહદારીઓની નજર બ્રિજની ગ્રીલ પર ચઢીને નદીમાં કૂદવા જતી યુવતી પર પડી હતી.આ દરમિયાન એક રિક્ષા ચાલકે પોલીસ ચોકી પાસે ફરજ બજાવતા TRB જવાન રાહુલ દાયમાને બૂમ પાડીને બોલાવ્યો હતો. તે તરત ત્યાં પહોંચ્યો હતો અને યુવતી સાથે સતર્કતાથી વાતચીત કરવા માંડ્યો હતો. યુવતીને વાતોમાં પરોવીને તેને પકડી રાખી હતી. ત્યાર બાદ ફાયર અને પોલીસને જાણ કરી હતી. આ દરમિયાન મહિલાઓ સહિત અનેક લોકો દોડી આવ્યા હતાં.પોલીસ અને ફાયરની ટીમે બ્રિજની જાળીને કટરથી કાપીને યુવતીને સલામત રીતે બચાવી હતી.
આ બાબતે યુવતીની પ્રાથમિક પૂછપરછ કરતા યુવતી છેલ્લા ચાર વર્ષથી એક યુવક સાથે પ્રેમ સબંધ હોવાનું જણાવ્યું હતું. ત્યારે યુવક દ્વારા યુવતીને પોતે અપરણીત હોવાનું કીધું હતું. જે બાદ યુવતીને માલુમ પડ્યું કે યુવક પરણીત છે તેમજ એક સંતાનનો પિતા છે. જેથી યુવક દ્વારા યુવતીને દગો આપવા તે હતાશ થઈ જવા પામી હતી અને નદીમાં કૂદી આપઘાત કરવા જતી હતી. ત્યારે યુવતીને બચાવી લેવામાં આવતા લોકોએ ટીઆરબી જવાનનો આભાર માન્યો હતો.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology