bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

રાઘવજી પટેલ હોસ્પિટલમાં સારવાર હેઠળ, હવે આ નેતાને સોંપાઈ પંચાયત અને કૃષિ વિભાગની જવાબદારી....

ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજી પટેલને બ્રેઈન સ્ટ્રોક આવતા હાલ તેઓ સારવાર હેઠળ છે. રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં રાઘવજી પટેલની સારવાર ચાલી રહી છે.  ત્યારે રાઘવજી પટેલની તબિયતને ધ્યાનમાં રાખીને હવે રાઘવજી પટેલનો પંચાયત અને કૃષિ વિભાગનો ચાર્જ બચુભાઈ ખાબડને સોંપવામાં આવ્યો છે. જ્યારે અન્ય વિભાગનો હવાલો રાજ્ય મંત્રી કુંવરજી હળપતિને સોંપાયો છે.

રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલને બ્રેન સ્ટ્રોક આવતા તેઓને તાત્કાલીક પહેલા જામનગરની જીજી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ રાજકોટની સીનર્જી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. હાલ રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જ્યાં તેઓની સ્થિતિ સ્થિર હોવાનું કહેવામાં આવી રહ્યું છે.