મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્ય મંત્રીમંડળનાં મંત્રીઓ આજે અયોધ્યાની મુલાકાતે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભવ્ય રામમંદિરમાં રામલલાનાં દર્શન કર્યા. દર્શન બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, "અયોધ્યાના રામમંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા એ કરોડો ભારતીયો માટે અમૃત ઉત્સવ સમાન છે. PM મોદીના હસ્તે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા સમગ્ર ગુજરાત અને ગુજરાતીઓ માટે અત્યંત ગૌરવશાળી અવસર છે. રામમંદિર સાચા અર્થમાં રાષ્ટ્રની ચેતના અને રાષ્ટ્રના નવજાગરણનું કેન્દ્ર બન્યું છે."
મુખ્યમંત્રીએ કહું કે પ્રભુ શ્રી રામના દર્શન કરીને તેમણે ભગવાનને પ્રર્થના કરી છે કે, ગુજરાત સહિત સૌ દેશવાસીઓનું સ્વાસ્થ્ય સુખમય રહે અને PM મોદીના નેતૃત્વમાં ભારત જે વિકાસની નવી ઉંચાઇઓ સતત સર કરી રહ્યું છે તે વિકાસ યાત્રા આવનારા દિવસોમાં પણ પ્રભુ શ્રી રામની કૃપાથી તેમના નેતૃત્વમાં વધુ આગળ ધપતી રહે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology