bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

રાજ્યસભા માટે ભાજપના 4 ઉમેદવારોના નામ જાહેર, જે.પી નડ્ડા કરશે ગુજરાતથી ઉમેદવારી...

 ગુજરાત રાજ્યની રાજ્યસભાની ચાર બેઠકો માટે ગુરુવારે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. એ પહેલા આજે ભાજપે ચાર ઉમેદવારના નામની જાહેરાત કરી હતી. રાજ્યસભા માટે ભાજપે ચાર ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ભાજપે જાહેર કરવામાં આવેલા નામોમાં જે.પી.નડ્ડા, ગોવિંદ ધોળકિયા, મયંક નાયક અને જશવંતસિંહ પરમારનો સામેલ છે.

રાજ્યસભાની બેઠકમાં છેલ્લા અઢી દાયકાથી ભાજપનું રાષ્ટ્રીય નેતૃત્વ એક બેઠક રાજ્ય બહારના નેતાને આપે છે. આ પહેલા કેન્દ્રીય વિદેશ મંત્રી એસ. જયશંકર પણ ગુજરાતના રસ્તે રાજ્ય સભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરે છે. હવે તેમાં વધુ એક બિન ગુજરાતી તરીકે ભાજપ અધ્યક્ષ જે. પી. નડ્ડાનું નામ ઉમેરાશે.