ગુજરાતમાં 10 અને 12ની ઉત્તરવહી મૂલ્યાંકનમાં ગેરરીતિ બદલ છેલ્લા બે વર્ષમાં ગુજરાતના 9218 શિક્ષકો પાસેથી રૂ. 1.54 કરોડનો દંડ વસૂલવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓએ આપેલી પરીક્ષાની ઉત્તરવહીના સરવાળામાં ભૂલ કરવા બદલ છેલ્લા બે વર્ષમાં 9218 શિક્ષકોને દંડ ફટકારવામાં આવ્યો હતો પરંતુ હજી સુધી 2657 જેટલા શિક્ષકોએ દંડના બાકી 55 લાખ રૂપિયા ભર્યા નથી. બોર્ડના વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરનારા શિક્ષકો પોતે ગણિતમાં એટલા નબળા સાબિત થયા કે ગુજરાત સરકારે આવા શિક્ષકોને રૂ. 1.54 કરોડનો દંડ ફટકાર્યો હતો.
માર્ચ 2022 ની બોર્ડ પરીક્ષામાં ભૂલ કરનાર શિક્ષકો પાસેથી બાકી દંડ વસૂલવા માટે, રાજ્યના શિક્ષણ વિભાગે તેમના શાળા મેનેજમેન્ટ અને સંબંધિત જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તેમનો સંપર્ક કર્યો છે.ખાસ છે કે ,ધો. 10ના 787 અને 12ના 1870 એટલે કે કુલ 2657 શિક્ષકોએ હજુ સુધી 50.97 લાખનો દંડ ભર્યો નથી. શિક્ષણ વિભાગ દ્વારા આ તમામ શિક્ષકોને નોટિસો પણ આપવામાં આવી છે અને ભવિષ્યમાં આવી ભૂલો ન થાય તે માટે સરકારે હવે ઉત્તરવહીઓનું મૂલ્યાંકન કરવા વેરિફાયરની નિમણૂક કરી છે.
વિધાનસભામાં શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે ધોરણ-10માં બે વર્ષમાં 3350 અને ધોરણ-12માં 5868 શિક્ષકોએ ઉત્તરવહીની ચકાસણીમાં ભૂલો કરી હતી. આ ભૂલ બદલ તમામને શિક્ષણ વિભાગ દ્વારા બન્ને ધોરણમાં અનુક્રમે 48 લાખ અને 1.02 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો હતો. શિક્ષકોને કરવામાં આવેલા દંડ પૈકી મોટાભાગના શિક્ષકોએ દંડની રકમ ભરી દીધી છે પરંતુ ધોરણ-10માં હજી સુધી 787 અને ધોરણ-12માં 1870 શિક્ષકોએ દંડની રકમ ભરી નથી. આ બન્ને ધોરણમાં દંડની રકમ અનુક્રમે 13 લાખ અને 42 લાખ થવા જાય છે. જે શિક્ષકોએ દંડ ભર્યો છે તેની રકમ બંન્ને ધોરણની મળીને કુલ 99 લાખ રૂપિયા થાય છે
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology