ગુજરાતના નવસારીમાં DGVCL ની મોટી બેદરકારી સામે આવી છે. અહીં પેટ્રોલ પંપ પર કામ કરતી મહિલાએ ઘરમાં માત્ર ચાર પંખા, ટીવી અને ફ્રીજ છે. જેનું DGVCL દ્વારા 20 લાખ રૂપિયાનું વીજળીનું બિલ મોકલતા પરિવારજનો ચિંતા વ્યાપી જવા પામી હતી. તેમજ ઘરના ચારમાંથી ત્રણ સભ્યો કામ પર રહે છે. આમ છતાં મસ મોટું બિલ આવતા પરિવારના સભ્યો ચોંકી ઉઠ્યા હતા.
નવસારીના બીલીમોરા શહેરમાં પેટ્રોલ પંપ પર કામ કરતી મહિલાના ઘરે રૂ.20 લાખનું વીજ બિલ આવ્યું હતું જે સામાન્ય રીતે રૂ.2 થી 2.5 હજાર હતું. આટલું બિલ જોઈને પરિવારના સભ્યો ચોંકી ગયા હતા. દક્ષિણ ગુજરાત વીજ કંપનીના મીટર રીડરે તેમને જૂન-જુલાઈ મહિનાનું વીજ વપરાશનું બિલ આપ્યું હતું, જેમાં 20 લાખ 1 હજાર 902 રૂપિયાની રકમ લખેલી હતી.
પેટ્રોલ પંપ પર કામ કરતા રૌતિબેન પટેલે જણાવ્યું કે દર વખતે અમારે 2000 કે 2500 રૂપિયા બિલ આવે છે. આ વખતે 20 લાખ રૂપિયા આવ્યું એ કેવી રીતે. અમારા ઘરમાં ચાર બલ્બ, ચાર પંખા, ફ્રીજ અને એક ટીવી છે. ચારમાંથી ત્રણ સભ્યો આખો દિવસ કામ પર જાય છે. એટલો વપરાશ પણ નથી કે આટલું બિલ આવે. આ લોકો આંખ મીચીને લખી જાય તો અમારો થોડું ભોગવવાનું હોય. ત્યારે આ બાબતે વીજ કંપનીમાં પૂછપરછ કરતા તેઓએ સોમવારે આવજો કહી ફોન કાપી નાંખ્યો હતો.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology