bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

ધડેચી ગામે NDRFની ટીમે 9 લોકોનું કર્યું રેસ્ક્યુ, વર્તુ-2 ડેમના 2 દરવાજા 1 ફૂટ ખોલવામાં આવ્યા...  

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસ્યો છે. અનેક વિસ્તારોમાં વરસાદના પાણી ભરાઈ જવા પામ્યા છે. આ દરમિયાન દ્વારકાના ધડેચી ગામની સીમમાં પાણી વચ્ચે ફસાયેલા 9 લોકોને NDRFની ટીમ દ્વારા રેસ્ક્યૂ કરીને બચાવવામાં આવ્યા હતા. બોટ દ્વારા NDRFની ટીમે તમામ ફસાયેલા લોકોને પાણીથી બહાર નિકાળ્યા હતા.

દ્વારકાનો વર્તુ-2 ડેમ પણ પાણીની મોટી આવક થવાને લઈ જળસપાટી હવે ભયજનક સ્થિતિ નજીક પહોંચતા ડેમમાંથી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. વર્તુ-2 ડેમના બે દરવાજાને ખોલવામાં આવ્યા છે. નદી કાંઠાના વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. નદી વિસ્તારમાં સાવચેતી જાળવવા માટે પણ તંત્રએ નીચાણ વાળા ગામના લોકોને અપીલ કરી છે.