નવું શૈક્ષણિક સત્ર શરુ થતાની સાથે જ ભણતરના ભારનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. કેન્દ્રમાં શિક્ષણ મંત્રાલયે બાળકોના ભણતરનો બોજ ઘટાડવા અને ભણતરને વધુ આનંદદાયી બનાવવાનો પ્રયોગ કરવાની યોજના ઘડી કાઢી છે.
શાળામાં બેગલેસ દિવસનો અમલ કરવાની તૈયારીઓ કરી છે. જોકે, બાળકોના ભણતરના ભારને મુક્ત કરવાનો આ પ્રયોગ દરેક રાજ્યોમાં કેટલો સફળ થશે તેના પર સવાલો જરુરથી ઉઠી રહ્યાં છે. કારણ કે, ગતવર્ષે અમદાવાદના નરોડાના ધારાસભ્યએ પણ આ મુદ્દો જોરશોરથી ઉઠાવ્યો હતો. છતાં બાળકોની બેગમાંથી ભાર ઓછો થયો નથી.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology