bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

ગુજરાતના 48 જળાશયો ઓવરફ્લો થતાં ઍલર્ટ, સરદાર સરોવરમાં 57 ટકાથી વધુ જળસંગ્રહ....

ગુજરાતના વિવિધ જિલ્લામાં જોરદાર વરસાદ પડી રહ્યો છે. રાજ્યમાં વરસી રહેલા સાર્વત્રિક વરસાદના પગલે 48 જળાશયો ઓવરફ્લો થયા છે. જ્યારે 9 જળાશયો 90થી 100 ટકા ભરાતાં હાઇ ઍલર્ટ જાહેર કરાયા છે. આ ઉપરાંત 31 ડેમ 70થી 100 ટકા ભરાતાં ઍલર્ટ અપાયું છે. બીજી તરફ સરદાર સરોવર સહિત 28 ડેમ 50થી 70 ટકા ભરાતાં વોર્નિંગ આપવામાં આવી છે, જ્યારે 39 ડેમ 25થી 50 ટકા ભરાયા છે. 

  • સરદાર સરોવર ડેમમાં 57 ટકાથી વધુ જળસંગ્રહ

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવરમાં હાલમાં 1,92,041 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ 57.48 ટકા જળસંગ્રહ નોંધાયો છે. રાજ્યના અન્ય 206 જળાશયોમાં કુલ 55.28 ટકા જળસંગ્રહ નોંધાયો છે. આજે (ત્રીજી ઑગસ્ટ) ભારે વરસાદને લઈને સૌથી વધુ ઉકાઈમાં 79,274 ક્યુસેક, સરદાર સરોવરમાં 72,382 ક્યુસેક, દમણગંગામાં 42,088 ક્યુસેક, રાવલમાં 13,100 ક્યુસેક પાણીની આવક થઈ છે.


દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 65.58 ટકા, કચ્છના 20 જળાશયોમાં 52.23 ટકા, સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 52.16 ટકા, મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 44.01 ટકા અને ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 27.83 ટકા પાણીનો સંગ્રહ થયો છે.