bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

 ગરમી શરૂ થતા ની સાથે જ ફળોરાજા એવા કેસરકેરીનું આજથી આગમન,જાણો 10 કિલો બોક્સનો ભાવ....

રાજકોટ : ઉનાળાનો આરંભ થઈ રહ્યો છે તેના પગલે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં માર્કેટયાર્ડમાં કાચી કેરીની આવક શરૂ થઈ છે આ ઉપરાંત હાફૂસ કેરી પણ આવવા લાગી છે. કાચી કેરીના આરંભે જથ્થાબંધ ભાવ પ્રતિ કિલોના રૂપિયા ૪૦ થી ૬૫ આજે નોંધાયા હતા.રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે 2,300  કિલો સાથે  કાચી કેરીની આવકનો આરંભ થયો છે. આ 

 રાજકોટના ગોંડલ ફ્રૂટ માર્કેટ યાર્ડમાં આજથી આરંભ થયો છે જો કે આ વર્ષે કેસર કેરીનું આગમન ગત વર્ષ કરતા 7 થી 8 દિવસ મોડું છે. ત્યારે આજે ગોંડલ ફ્રૂટ માર્કેટ યાર્ડમાં કેસર કેરીનીસિઝનના પ્રારંભ સાથે કેરીના 150 જેટલા બોક્સની આવક થવા પામી છે છે. અને હરાજીમાં 10 કિલો કેસર કેરીના બોક્સના રૂપિયા 1900થી લઈને 3000 સુધીના ભાવ બોલાયા છે. ગત વર્ષ કરતા ખેડૂતોને કેરીના સારા ભાવ મળ્યા છે. ગત વર્ષની વાત કરીએ તો 10 કિલો કેરીના બોક્ષનો ખેડૂતોને 1800થી 2100 રૂપિયા ભાવ મળ્યો હતો. તેની સરખામણીએ આ વર્ષે સારા ભાવ મળ્યા છે. જેનાથી ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળ્યા હતા.