bs9tvlive@gmail.com

12-January-2025 , Sunday

વડોદરા: 54 વર્ષીય વાન ચાલકે એક  વિદ્યાર્થિની સાથે કર્યા અડપલાં...

 


વડોદરાના આધેડ સ્કૂલ વાન ચાલકની ધરપકડ કરવામાં આવી 54 વર્ષીય વાન ચાલક વિદ્યાર્થિનીઓ સાથે કરતો હતો અડપલાં. અન્ય વિદ્યાર્થિનીઓને ઉતારી દઈ એકલી રહેતી વિદ્યાર્થિની સાથે કરતો હતો શારીરિક અડપલાં. જ્યારે વિદ્યાર્થિનીએ પોતાના વાલીને વાત કરતા સમગ્ર મામલો સામે આવ્યો અને વાલીની ફરિયાદના આધારે ગોત્રી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ વાસણા-ભાયલીમાં રહેતી 14 વર્ષીય વિદ્યાર્થીનીને સ્કૂલવાનનાં 54 વર્ષીય ડ્રાયવર  દ્વારા શારીરીક અડપલા કરતો હતો. જે બાબત વિદ્યાર્થિની  દ્વારા તેનાં પરિવારજનોને જાણ કરતા પરિવારજનો દ્વારા આ સમગ્ર બાબતે ગોત્રી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને પકડી પાડી તેની પૂછપરછ હાથ ધરી હતી. 
શહેરના વાસણા- ભાયલી વિસ્તારમાં રહેતી 14 વર્ષીય વિદ્યાર્થીને સ્કૂલમાં આવવા જવા માટે સ્કૂલવાન બંધાવવામાં આવી હતી. સ્કૂલ વાનનાં 54 વર્ષીય ડ્રાયવર ગોપાલસિંહ અમરસિંહ ચૌહાણ અવાર નવાર વિદ્યાર્થીનીની એકલતાનો લાભ લઈ તેની સાથે છેડછાડ કરતો હતો. 

સ્કૂલ વાનનાં ડ્રાયવર ગોપાલસિંહ અમરસિંહ દ્વારા તે વિદ્યાર્થિની સિવાય વાનનાં બીજા બાળકોને સ્કૂલેથી ઘરે પહેલા ઉતારી દેતો હતો.  તેમજ સ્કૂલ જતી વખતે પહેલા વિદ્યાર્થીનીને લેતો હતો. ત્યારે ગોપાલસિંહ દ્વારા અવાર નવાર કરવામાં આવતા આવા અડપલાથી પરેશાન થઈ વિદ્યાર્થિની દ્વારા આ સમગ્ર બાબત તેનાં પરિવારજનો તેમજ યોગ ટીચરને કરી હતી. જે બાદ ગોત્રી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી ડ્રાઈવરની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.