ગુજરાત (Gujarat)નાં અનેક જિલ્લાઓના વિવિધ વિસ્તારોમાં છેલ્લા ચાર દિવસથી વરસાદ પડી રહ્યો છે. અહીં ક્યાંક સામાન્ય તો ક્યાંક ભારે વરસાદ પડવાના કારણે અનેક વિસ્તારો જળમગ્ન બની ગયા છે. અહીં વડોદરા, ભરૂચ, સુરત અને આણંદ સહિત ઘણા જિલ્લાઓમાં પુરી જેવી સ્થિતિ ઉભી થઈ છે.
રાજ્યમાં વરસાદના કારણે અત્યાર સુધીમાં નવ લોકોના મોત નિપજ્યા હોવાના અહેવાલો મળ્યા છે. આ સાથે સિઝનમાં મૃત્યુનો આંકડો 61 થયો છે. વડોદરામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. શહેરમાં 13 ઈચથી વધુ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા ભરાયા હતા.
બીજી તરફ મોડી રાત્રે વિશ્વામિત્રી નદીમાંથી નરહરિ હોસ્પિટલ નજીક મગર તણાઈ આવ્યો હતો. જોકે, લોકો દ્વારા આ મગરનું સફળ રેસ્ક્યુ કરીને ફોરેસ્ટ વિભાગને સોંપી દીધો હતો. અહીં ભારે વરસાદના પગલે રાજ્યના 46 જળાશયો છલકાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે.
રાજસ્થાન (Rajasthan)ની વાત કરીએ તો અહીં છેલ્લા 18 કલાકથી વરસાદ પડી રહ્યો છે. અહીંના ઘણા શહેરોમાં પાણી ભરાવાના કારણે લોકો ભારે મુસીબતનો સામનો કરી રહ્યા છે. જયપુર રોડ તરફની ઘણી કોલોનીઓ સંપર્કવિહોણી થઈ ગઈ છે. જયપુર (Jaipur)માં બુધવારે ભારે વરસાદ પડ્યા બાદ ઘણા રસ્તાઓ પર પાણી ભરાયા છે, જ્યારે નદી પણ ભયજનક સપાટી પર પહોંચી ગઈ છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology