સૌરાષ્ટ્રમાં વરસાદનો પહેલો રાઉન્ડ ધમાકેદાર રહ્યો હતો તેમાં ખાસ કરીને જૂનાગઢ અને દ્રારકા પંથકમાં ભારે તારાજી સર્જાઈ હતી,ખેડૂતોના ખેતરોમાં હજી સુધી પાણી ભરાયેલા છે અને તૈયાર કરેલા પાક પર પાણી ફરી વળતા ખેડૂતોની હાલત દયનીય બની છે,કૃષિમંત્રી રાઘવજી પટેલે આજે માણાવદર અને વંથલીના ખેડૂતો પાસે નુકસાનીનો તાગ મેળવી ઘટના સ્થળની મુલાકાત લીધી હતી.
ગુજરાતના કૃષિમંત્રી રાઘવજી પટેલ ખેડૂતોની વ્હારે આવ્યા છે,ઘેડ પંથકમાં ધીમે ધીમે પાણી ઓસરતા કૃષિમંત્રીએ જૂનાગઢ જિલ્લાની મુલાકાત લીધી હતી જેમાં તેમણે ખેડૂતો સાથે સીધી વાત કરી હતી અને ઘેડ પંથકમાં કયાં અને કેટલુ નુકસાન થયુ તેનો તાગ મેળવ્યો હતો.કૃષિમંત્રીએ ખેડૂતોને આશ્વાસન આપ્યું હતું કે જે પણ નુકસાન ખેતીને થયું છે તેને લઈ સરકારમાં ચર્ચા કરવામાં આવશે અને થશે એ રીતે યોગ્ય સહાય પણ કરવામાં આવશે.
જે રીતે કૃષિમંત્રી ઘેડ પંથકની મુલાકાતે આવ્યા છે તે જોઈને અંદાજો લગાવી શકાય કે અગામી સમયમાં ખેડૂતોને સરકાર તરફથી સહાય મળી શકે છે,જો ખેડૂતોને સહાય મળે તો પહેલા જે તે ગામના તલાટી અને ખેતી અધિકારી દ્રારા તેનો સરવે કરવામાં આવી શકે છે,માટે કૃષિમંત્રીની આ મુલાકાત ઘેડ પંથકના ખેડૂતો માટે મદદરૂપ પણ સાબિત થઈ શકે છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology