bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

બનાસકાઠા: ૧૮.૨૭ ગ્રામ ડ્રગ્સ સાથે SOGએ એક યુવકની કરી ધરપકડ...   

 

બનાસકાંઠા જિલ્લામાં યુવાનોને ડ્ર્ગ્સને રવાડે ચડાવનારો યુવક SOG એ ઝડપી લઇને કાર્યવાહી હાથ ધરી છે. યુવક ડીસા શહેરમાં આવેલા રામનગર વિસ્તારમાં મકાન ભાડે રાખીને રહેતો હતો અને ડ્ર્ગ્સ વેચાણ અને હેરાફેરી કરતો હોવાની બાતમી પોલીસને મળી હતી. જેને લઈ SOGની ટીમે રામનગર વિસ્તારમાં દરોડો પાડ્યો હતો

SOG એ યુવક વિપુલ ગંગારામ વણોદ પાસેથી 18.27 ગ્રામ ડ્ર્ગ્સને જપ્ત કર્યુ છે. આંતરરાષ્ટ્રીય બજાર કિંમત મુજબ આ ડ્ર્ગ્સ અંદાજે 1.13 લાખ રુપિયાનું હોવાનું માનવામાં આવે છે. મૂળ સૂઇ ગામના કુંભારખા ગામના વિપુલ વણોદને SOG ઝડપી લઇ તેના 3 મોબાઇલ ફોન જપ્ત કર્યા છે. જેના આધારે તે ડ્ર્ગ્સ ક્યાંથી લાવતો હતો અને કોને કોને વેચાણ કરતો હતો, એ દિશામાં તપાસ શરુ કરવામાં આવી છે.